Connect Gujarat
વડોદરા 

વડોદરા : મોંઘવારી મુદ્દે ટીમ રિવોલ્યુશનનો અનોખો વિરોધ, ભાજપના કાર્યકરોને મફતમાં લીંબુ વિતરણ કરાતા ઘર્ષણ

વડોદરાની ટીમ રિવોલ્યુશન દ્વારા મોંઘવારી મુદ્દે લોકોને મફતમાં લીંબુનું વિતરણ કરી અનોખો વિરોધ દર્શાવાયો હતો.

X

વડોદરાની ટીમ રિવોલ્યુશન દ્વારા મોંઘવારી મુદ્દે લોકોને મફતમાં લીંબુનું વિતરણ કરી અનોખો વિરોધ દર્શાવાયો હતો. આ દરમ્યાન ટીમ રિવોલ્યુશન અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. સમગ્ર મામલે પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.

વડોદરાની ટીમ રિવોલ્યુશન દ્વારા ભાજપ કચેરી બહાર મોંઘવારીએ મુદ્દે અનોખુ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં મોંઘા ભાવના લીંબુનું ભાજપના કાર્યકરો અને જાહેર જનતાને મફતમાં વિતરણ કરાયું હતું. પરંતુ ભાજપ કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ જતા આખરે રિવોલ્યુશન ટીમના કાર્યક્રમનું સ્થળ બદલી પોલીસ ભવન બહાર લીંબુનું વિતરણ શરૂ કરાતાં હોબાળો મચ્યો હતો. એટલું જ નહીં ટીમ રિવોલ્યુશન અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. તો સાથે જ ભાજપના કાર્યકરોએ કેટલાક વાહનોમાં નુકશાન પણ પહોચાડ્યું હોવાનો ટીમ રિવોલ્યુશને આક્ષેપ કર્યો હતો.

વડોદરા શહેરમાં મોંઘવારીના મુદ્દે અગાઉ ટીમ રિવોલ્યુશન દ્વારા અવારનવાર જીવનજરૂરી ચીજવસ્તુઓના વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. હાલમાં પેટ્રોલ-ડીઝલ કરતાં પણ લીંબુના ભાવ ધરખમ વધારો થયો છે, ત્યારે આ ટીમના અગ્રણી દ્વારા ગઈકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે, લીંબુ વિતરણનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીની સયાજીગંજ સ્થિત ઓફિસ ખાતે બહાર કરવામાં આવશે. આ બાબતને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા પોલીસને જાણકારી આપી હતી, જેથી ભાજપ કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેથી ટીમ રિઝોલ્યુશન દ્વારા ભાજપ કાર્યાલય ખાતે લીંબુ વિતરણ કરવાનો કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલીને પોલીસ ભવન ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં લોકોની વધુ અવરજવર બપોરના સમયે મોંઘા ભાવના લીંબુ વિનામુલ્યે વિતરણ કરી અનોખો વિરોધ દર્શાવાયો હતો, ત્યારે વિરોધ કરી રહેલા ટીમ રિઝોલ્યુશનના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Next Story