Connect Gujarat
ગુજરાત

હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં મેઘ મહેર યથાવત

હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં મેઘ મહેર યથાવત
X

ભરૂચ અને નર્મદા જિલ્લામાં મેઘ રાજાની મહેર યથાવત જોવા મળી રહી છે કાળઝાળ ગરમી અને બફારાનો માર સેહેનાર ભરૂચ જિલ્લાવાસીઓ હાલમાં રાહતનો અનુભવ કરી રહ્યા છે.. છેલ્લા સપ્તાહથી વરસાદી માહોલ જામતા છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાને કારણે પંથકમાંથી બફારાની અસર હાલમાં ગાયબ થઇ ગઇ હોવાનું અનુભવાય રહ્યું છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ત્યારે ભરૂચ જિલ્લામાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી પ્રસરી છે ગરમી અને બફારા માંથી છુટકારો મેળવવા બાદ હવે રાત્રિના સમયે જિલ્લાવાસીઓ ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે .. ભરૂચ જિલ્લામાં મેઘરાજાની મહેર ના કારણે સારો વરસાદ ખાબકયો છે .

ભરૂચ જિલ્લાના સાવૅત્રિક વરસાદની વાત કરીએ તો સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી વરસેલ વરસાદના આંકડા

આમોદ 1 ઇંચ

અંકલેશ્વર 3.5 ઇંચ

ભરૂચ 12 મી.મી.

હાંસોટ 12 મી.મી.

જંબુસર 2 મી.મી.

નેત્રંગ 3 ઇંચ

વાગરા 6 મી.મી.

વાલિયા 2.5 ઇંચ

ઝઘડિયા 12 મી.મી.

Next Story