Connect Gujarat
દુનિયા

આજે થશે મોદી- બાયડનની મુલાકાત, જાણો કયા મુદ્દે થશે વાત? સમગ્ર દુનિયાની નજર વ્હાઈટ હાઉસ પર

PM મોદીનો અમેરિકન પ્રવાસનો આજે બીજો દિવસ

આજે થશે મોદી- બાયડનની મુલાકાત, જાણો કયા મુદ્દે થશે વાત? સમગ્ર દુનિયાની નજર વ્હાઈટ હાઉસ પર
X

PM મોદીનો અમેરિકન પ્રવાસનો આજે બીજો દિવસ છે.આ બહું મહત્વનો રહેશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનની આજે મુલાકાત થશે.આ મીટિંગ ભારતીય સમય મુજબ રાતના 8.30 વાગે થશે. બન્ને નેતા પહેલી વાર મળી રહ્યા છે અને આ મુલાકાત પર સંપૂર્ણ દુનિયાની નજર છે. આ મહત્વની મીટિંગની પહેલા પીએમ મોદીએ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની સાથે મુલાકાત કરી છે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાન મંત્રીને મળ્યા હતા અને ભારતની સાથે મજબૂત સંબંધની પહેલ કરી છે. હવે તમામની નજર અમેરિકન રાષ્ટ્રપતિ બાયડન અને પીએમ મોદીની મુલાકાત પર ટકેલી છે. જેમાં આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે. બાયડનની સાથે મુલાકાત પહેલા પીએમ મોદી કમલા હેરિસને મળ્યા. બન્નેની પહેલી મીટિંગ હતી. જેમાં તેમણે કોરોના, આતંકવાદ અને અફઘાનિસ્તાન સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. હેરિસ દ્વારા આતંકવાદનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો સાથે તેમણે જણાવ્યું કે કેવી રીતે પાકિસ્તાનમાં આતંકી સંગઠન એક્ટિવ છે અને તેમના પર એક્શનની જરુર છે. બન્ને નેતાઓએ ભારતીય ઉપમહાદ્વીપ વિસ્તાર પર ચર્ચા કરી. કોરોનાની રસીની સ્પીડને લઈને મંથન કર્યુ. પીએમ મોદીએ કમલા હેરિસને ભારત આવવાનું નિમંત્રણ પણ આપ્યું.

Next Story