Connect Gujarat
દુનિયા

રાષ્ટ્રપતિ પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલીનાનું નામ યુરોપિયન યુનિયનની પ્રતિબંધિત યાદીમાં સામેલ!

યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા અને યુરોપીય સંઘે રશિયાના રાષ્ટ્રપતિ, તેમના ઘણા મંત્રીઓ, અધિકારીઓ અને તેમના નજીકના લોકો પર કડક પ્રતિબંધો લગાવ્યા છે.

રાષ્ટ્રપતિ પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલીનાનું નામ યુરોપિયન યુનિયનની પ્રતિબંધિત યાદીમાં સામેલ!
X

યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા અને યુરોપીય સંઘે રશિયાના રાષ્ટ્રપતિ, તેમના ઘણા મંત્રીઓ, અધિકારીઓ અને તેમના નજીકના લોકો પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. હવે યુરોપિયન યુનિયન દ્વારા એક નવી યાદીમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના કાબેવાનું નામ સામેલ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. યુક્રેન પર રશિયાના હુમલાના બે મહિના બાદ આ યાદીમાં એલીનાનું નામ સામેલ કરવા માટે જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે.

એલિના સાથે, યુરોપિયન યુનિયનએ તેના પ્રતિબંધોના છઠ્ઠા પેકેજને આગળ વધારવા માટે કામ કર્યું છે. આમાં એલેનાનું નામ પણ સામેલ કરવાનું કહેવામાં આવ્યું છે. સીએનએનએ યુરોપિયન ડિપ્લોમેટના સૂત્રોને ટાંકીને કહ્યું કે કાબેવાના નામનો આ યાદીમાં સમાવેશ કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ યાદીમાં કાબેવાનું નામ સામેલ કરવાના પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે કાબેવાનું નામ કથિત રીતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ગર્લફ્રેન્ડ તરીકે લેવામાં આવે છે.

Next Story
Share it