અમરેલીઃ યુથ કોંગ્રેસનું DEO કચેરી સામે હલ્લાબોલ, કર્યા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર

New Update
અમરેલીઃ યુથ કોંગ્રેસનું DEO કચેરી સામે હલ્લાબોલ, કર્યા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર

ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી વસુલવામાં આવતી ફી મુદ્દો નોંધાવ્યો વિરોધ

ગુજરાત ફી અધિનિયમ સમિતિ અંતર્ગત કાયદાનો ઉલાળીયો કરતા શિક્ષણ માફિયાઓ બાબતે સામે અમરેલી યુથ કોંગ્રેસે બાંયો ચઢાવી છે. યુથ કોંગ્રેસ દ્વારા આજે અમરેલી જીલ્લા શિક્ષણાકારીની કચેરીએ રાજ્ય સરકાર વિરુધ હલ્લાબોલ કરીને સુત્રોચાર સાથે કચેરી બહાર ધરણા કર્યા હતા. તેમણે ખાનગી સ્કૂલોમાં વધી રહેલા ફી ધોરણ ઉપર નિયંત્રણ લાવવાની માંગ કરી હતી.publive-imageઅમરેલી જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે અમરેલીના બહુમાળી ભવન ખાતે શિક્ષણના ખુલ્લા હાટડાઓ ગુજરાતની ખાનગી શાળાના સંચાલકો ચલાવવામાં આવી રહ્યા છે. આવી શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થી અને વાલીઓ પાસેથી ફીના નામે ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહી છે. સરકાર દ્વરા એફ.આર.સી.ની રચના કરવામાં આવી હોવા છતાં ખાનગી શાળાના સંચાલકો તેના નિયમોને ઘોળીને પી ગયા છે. ત્યારે આજે અમરેલી જિલા યુથ કોંગ્રેસના કાર્યકરોએ શિક્ષણાધિકારી ની કચેરી બહાર હલ્લાબોલ કર્યો હતો. સાથે કચેરી બહાર રાજ્ય સરકાર વિરુધ સુત્રોચાર સાથે મુખ્યમંત્રી હાય હાય ના નારાઓ બોલાવ્યા હતા. બાદમાં નાયબ જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. આર.ટી.ઈ.એક્ટ હેઠળ ૪૫ હજાર બાળકોને પ્રવેશથી વંચિત રાખવા મુદ્દે યુથ કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચારી હતી.

Latest Stories