અમરેલી : રખડતા પશુઓ બાબતના ઝગડામાં બે યુવાનોની હત્યા, પાંચ આરોપી ઝબ્બે

New Update
અમરેલી : રખડતા પશુઓ બાબતના ઝગડામાં બે યુવાનોની હત્યા, પાંચ આરોપી ઝબ્બે

અમરેલી

Advertisment

શહેરમાં ગઈકાલે રાત્રે રખડતા ઢોરની બાતમી આપવાની રીસ રાખી બે યુવાનોની કરપીણ

હત્યાના ગુનામાં પોલીસે મુખ્ય સુત્રધાર સહિત પાંચ આરોપીને ઝડપી પાડી જેલ ભેગા કરી

દીધાં છે. 

અમરેલી

શહેરમાં રોડ ઉપર રખડતા ગાયો જેવા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા ઝુંબેશ

હાથ ધરવામાં આવી છે. અમરેલીના ગોવિંદભાઇ ત્રાડ તથા કરશનભાઇ મકવાણા રખડતા ઢોર

Advertisment

પકડવાની કામગીરી કરી રહયાં હતાં. આ બાબતે  પાંચાભાઇ ઉર્ફે પાંચુભાઇ ભીખુભાઇ

રાતડીયાને બંને સાથે વિખવાદ થયો હતો. રખડતા પશુઓને પકડવામાં સહકાર આપવા બાબતે અમરેલીના જીવાપરામાં મચ્‍છુમાંની વાડીએ બેઠક

બોલાવવામાં આવી હતી. જેમાં ગોવિંદભાઇ ત્રાડ અને કરશન મકવાણા પર હાજર રહયાં હતાં.જે

દરમિયાન આરોપીઓએ એક સંપ કરી ગોવિંદભાઇ અને કરશનભાઇ ઉપર ઘાતક હથિયારો સાથે તુટી

પડયાં હતાં. ગંભીર ઇજાના પગલે બંનેના મોત થઇ ગયાં હતાં. ડબલ મર્ડરના ગુનામાં

અમરેલી પોલીસે ૧૩ આરોપીઓ વિરૂધ્‍ધ ગુનો નોંધ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય

Advertisment

સુત્રધાર સહિત 5 આરોપીને

ઝડપી પાડી જેલભેગા કરી દીધાં છે. 

Advertisment