/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/0022.jpg)
હાર્દિકને સમર્થ જાહેર કરી ગામમાં થાળી વેલણ વગાડી બોલાવી રામધૂન
ખેડુતોના મુદ્દે ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલના સમર્થનમાં આમોદ તાલુકાના સરભાણ ગામના લોકોએ થાળી વેલણ વગાડી રામધૂન બોલાવીને મહા આરતી કરી હતી.
ગુજરાત સરકાર સામે બાંયો ચઢાવનાર અને પાટીદાર અનામત સહિત અનેક મુદ્દાઓને લઇ છેલ્લા કેટલાક દિવસોથી ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલને વિવિધ વિસ્તારોમાંથી સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતના પટેલ સમાજના આખે આખા ગામો હાર્દિકના સમર્થનમાં આવતા સરકાર માટે ફરી એક વખત મોટી મુસીબત વધે તેમ હાલની પરિસ્થિતિ પર થી દેખાય રહ્યું છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામના પાટીદાર સમાજના લોકોએ બુધવારે રાત્રીના સમયે હાર્દિક પટેલના સમર્થનમા સરભાણ ગામના લોકો તમામ શેરીઓમા થાળી વેલણ વગાડી જય સરદાર જય પાટીદારના નાળા લગાવી રામધૂન બોલાવી હતી. લોકોએ હાર્દિક પટેલને સમર્થન જાહેર કરી સારા સ્વથ્યા માટે મહા આરતી યોજી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે સરભાણ ગામના પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. પાટીદાર સમાજે ફરી એકવાર સરકારને પોતાની તાકાત બતાવતા હાલ ગુજરાત સરકારની ઉંઘ હરામ થઈ રહી હોવાનું દેખાય રહ્યું છે