કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રની નીકળી અંતિમ યાત્રા, મુખ્યમંત્રી વિજય રૂપાણી રહ્યા હાજર

New Update
કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રની નીકળી અંતિમ યાત્રા, મુખ્યમંત્રી વિજય રૂપાણી રહ્યા હાજર

લલિત કગથરા ના નિવસ્થાને થી નિકળી પુત્ર વિશાલ ની અંતિમ યાત્રા

અંતિમ યાત્રામા જોડાયારાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી

પરિવાર જનો સાથે સહકારી સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર

મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં અકસ્માતમાં મોત નીપજ્યું છે. ત્યારે આજરોજ લલિત કગથરાના રાજકોટ સ્થિત નિવાસસ્થાન થી પુત્ર વિસાલની અંતિમ યાત્રા નીકળી હતી.

ત્યારે અંતિમ યાત્રા પૂર્વે વિસાલ ના પાર્થિવ દેહના દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ પાઠવવા ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. આ તકે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, શંકર સિંહ વાઘેલા તેમજ કોંગ્રેસ ભાજપના ધારાસભ્યો તેમહ સાંસદ સભ્યો આવી પહોંચ્યા હતા.

આ તકે મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે ભગવાન કગથરા પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે. તો સાથેજ કગથરા પરિવાર પોતાનો પાડોશી હોવાના નાતે વર્ષોથી પારિવારિક સંબંધો પણ હોવાનું જણાવ્યું હતું.