/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/maxresdefault-30.jpg)
બોલિવૂડ સ્ટાર શાખરૂખ ખાન અને આલિયા ભટ્ટને ચમકાવતી ફિલ્મ 'ડીયર જીંદગી'નું ટીજર લોન્ચ કરવામાં આવી દીધું છે.
કરણ જોહરની ધર્મા પ્રોડક્શન અને શાહરૂખની રેડ ચીલી એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ થયેલી આ ફિલ્મ 25 નવેમ્બરે રીલીઝ થશે.
ફિલ્મના ટીજરમાં શાહરૂખ આલિયાને જીવનમાં નાની બાબતોમાંથી ખુશી કેવી રીતે શોધી લેવી તે શીખવે છે. આ ટીજરમાં શાહરૂખ આલિયાને સમુદ્ર સાથે કબડ્ડી રમવાનું શીખવે છે અને તેમાંથી ઉત્પન્ન થતી ખુશીના તરંગોને તમે પણ મહેસુસ કરી શકો છો.
મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં શાહરૂખ અને આલિયા સિવાય આદિત્ય રોય કપૂર, કુણાલ કપૂર અને અંગદ બેદી પણ પાત્ર ભજવી રહ્યા છે.