નર્મદાની મુખ્ય નહેર બંધ કરવાની ચીમકીના સંદર્ભે મહેશ વસાવાની કરાઇ અટકાયત

New Update
નર્મદાની મુખ્ય નહેર બંધ કરવાની ચીમકીના સંદર્ભે મહેશ વસાવાની કરાઇ અટકાયત

પાણી નહીં મળે તો મુખ્ય નહેર બંધ કરવાની મહેશ વસાવાએ આપી હતી ચીમકી

મહેશ વસાવાની અટકાયત થતાં બીટીપીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ

નર્મદા જિલ્લાનાં પાણીના પ્રશ્ને ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા તથા બિટીપીની આગેવાનીમાં જિલ્લાને પાણી નહીં મળે તો આજે નર્મદા યોજનાની મુખ્ય કેનાલ બંધ કરવાની આપી હતીચીમકી.અને જણાવ્યું હતું કે દરવાજા બંધ કરીને કચ્છ સૌરાષ્ટ્રમાં જતું પાણી અટકાવવાની ચીમકી આપી હતી.

આ આંદોલનને પગલે નર્મદા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.કેવડિયા જતા તમામ માર્ગો પર પોલીસ અને SRP સહિત 400 થી વધુ અધિકારી, જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વડોદરા રેન્જના તમામ જિલ્લાની પોલીસ બોલાવાઈ. જેમાં 2 SP,4 DYSP,8 PI સહિત 400 થી વધુ પોલીસનો કાફલો તૈનાત હતા.અને સઘન ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું હતું.

રાજપીપલા નજીક જીતનાગર ચોકડી પાસે ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં આવ્યા હતા કેવડિયા તરફ આગેકૂચ કરતા કેવડિયા પહોંચે તે પહેલાં જ અટકાયત કરી લીધી હતી. પોલીસે ધારાસભ્ય મહેશ વસાવાની અટકાયત કારતાજ ટેકેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અટકાયત ના વિરોધમાં ધારાસભ્ય અને ટેકેદારો રસ્તા પર બેસી ગયા હતા. મોદી અને રુપાણીની હાય હાય બોલાવી.ઘણી સમજાવટ બાદ 400 જેટલા કાર્યકરો સાથે જીતનગર હેડ ક્વાર્ટર ખાતે તમામ ને લઈ જવામાં આવ્યા હતા.

Latest Stories