ભરૂચ ની સત્યમ કોલેજ ખાતે શિક્ષક સજ્જતા પર માર્ગદર્શન આપતા ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે

New Update
ભરૂચ ની સત્યમ કોલેજ ખાતે શિક્ષક સજ્જતા પર માર્ગદર્શન આપતા ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે

ભરૂચના ઝાડેશ્વર ખાતે તપોવન સંકુલ સંચાલિત સત્યમ કોલેજમાં વ્યાખ્યાન માળા અંતર્ગત શિક્ષક સજ્જતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Advertisment

img_3486

આ સેમિનારમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર તથા સ્કિલ ડેવલોપમેન્ટ તજજ્ઞ અને કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલના બ્લોગ લેખક ઋષિ દવે એ ભાવિ શિક્ષકોને સ્કિલ ડેવલોપમેન્ટ વિશે માર્ગદર્શન આપ્યુ હતુ.

img_3488

આ પ્રસંગે ઋષિ દવેએ તાલીમાર્થી વિદ્યાર્થીનીઓને વિવિધ હળવીફૂલ રમતો રમાડીને શાળાના બાળકો સાથે પણ એક શિક્ષકના અવતારમાં મિત્ર બનીને શિક્ષણ નું ભાથુ પીરસે તે અંગે પણ માર્ગદર્શન આપ્યુ હતુ.

img_3490

આ કાર્યક્રમ માં સત્યમ કોલેજના આચાર્ય અને નિયામક જાગૃતિ પંડયા,કોલેજના ટ્રસ્ટી દિનેશ પંડયા અને આમંત્રિતો તથા શિક્ષકો તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment