અમદાવાદ: ટ્યૂશનેથી પરત આવી રહેલ સગીરા સાથે યુવાને કર્યા શારીરિક અડપલા,પોલીસ ફરિયાદ નોંધાય

આરોપી એ સગીરા ને બે ત્રણ લાફા મારી દીધા હતા. અને ધમકી આપી હતી કે આ વાતની જાણ તારા ઘરે કોઈ ને કહીશ તો તને મારી નાખીશ.

New Update

અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં સગીરા સાથે શારીરિક અડપલાનો બનાવ સામે આવ્યો છે. ચાંદખેડામાં લિફ્ટમાં નરાધમ આધેડે એક સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા. તો બીજી તરફ શહેરના સરસપુર વિસ્તારમાં એક યુવકએ વાત કરવાના બહાને સગીરાને ઘરથી દુર લઇ ગઈ અને જાહેરમાં અડપલા કરવા લાગ્યો. જો કે સગીરાએ એવું ના કરવા કહેતા આરોપીએ બે ત્રણ લાફા મારી દીધા છે.

અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, દોઢેક મહિના પહેલા તેમની દીકરી ટ્યુશન ક્લાસીસમાં જઈને ઘરે પરત ફરતી હતી. ત્યારે એક યુવક તેની પાછળ પાછળ પોળના નાકે આવીને ઉભો રહ્યો હતો. જો કે, મહિલાઓ આ બાબતની જાણ થતા તેને આરોપી યુવક ને તેની દીકરી ને હેરાન નહીં કરવા બાબત સમજાવેલ હતો. જેથી જે તે સમયે મહિલા એ કોઈ પોલીસ ફરિયાદ પણ કરી ન હતી.

પરંતુ ગઈકાલે બપોર ના સવા બે વાગ્યાની આસપાસ મહિલાની દીકરી જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે આરોપી યુવાન ઘર પાસે આવ્યો હતો. દીકરીને વાત કરવાના બહાને ઘરની બહાર બોલાવી નજીક એક રેસ્ટોરન્ટ પાસે લઈ ગયો હતો. જ્યાં તેણે ફરિયાદીની દીકરી સાથે શારીરિક અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. જો કે સગીરા એ આવું કરવાની ના પાડતા જ આરોપી એ સગીરા ને બે ત્રણ લાફા મારી દીધા હતા. અને ધમકી આપી હતી કે આ વાતની જાણ તારા ઘરે કોઈ ને કહીશ તો તને મારી નાખીશ. ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. આ બાબત ની જાણ મહિલા ને થતા તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories