અમદાવાદ : ડિજિટલ અરેસ્ટના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ, 4 તાઈવાની સહિત 17 લોકોની ધરપકડ

આરોપીઓએ એપ એવી રીતે ડેવલોપ કરી હતી કે, આરોપી સામેવાળાના એકાઉન્ટ નંબર અને OTP દાખલ કરે કે, તુરંત જ સામેવાળાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા ટ્રાન્સફર થઈ જતા

New Update

ડિજિટલ અરેસ્ટના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો

અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને મળી સફળતા

માસ્ટરમાઈન્ડે પાસવર્ડ નાખ્યો ને સાયબર ક્રાઇમે દબોચ્યો

4 તાઈવાનીએ 4 વર્ષ ભારતમાં રિસર્ચ કરી એપ બનાવી

લાખોના મુદ્દામાલ સાથે 7 ગુજરાતી સહિત 17ની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ડિજિટલ અરેસ્ટના નામે ચાલતી ઠગાઈના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમે આ ઠગાઇના મુખ્ય સૂત્રધાર એવા 4 તાઇવાનના નાગરિક7 ગુજરાતી સહિત 17 આરોપીઓની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 સમગ્ર ભારત દેશમાં ડિજિટલ અરેસ્ટનું સૌથી મોટું ષડ્યંત્ર રચવા માટે 4 તાઇવાનીએ એક એપ ડેવલોપ કરી હતી. આ એપ એવી રીતે ડેવલોપ કરી હતી કેઆરોપી સામેવાળાના એકાઉન્ટ નંબર અને OTP દાખલ કરે કેતુરંત જ સામેવાળાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા ટ્રાન્સફર થઈ જતા હતા. આરોપીઓએ આ ષડ્યંત્ર રચવા માટે ભારતમાં 4 વર્ષ રિસર્ચ કર્યું હતું.

જે બાદ ડિજિટલ અરેસ્ટશેર માર્કેટમાં રોકાણગેમિંગ ઝોનના નામે આરોપીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છેત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમે માસ્ટરમાઈન્ડ આરોપીની તમામ ગતિવિધિઓ પર વોચ રાખી હતીજ્યારે આરોપીએ દિલ્હીની તાજ હોટેલમાં પહોંચી લેપટોપ શરૂ કરવા પાસવર્ડ નાંખ્યો ત્યાં જ સાયબર ક્રાઇમની ટીમે લેપટોપ જપ્ત કરીને આરોપીને દબોચી લીધો હતો.

આ આરોપીઓ પોતાની એપ સાયબર ક્રિમિનલ્સગેરકાયદેસર ગેમિંગ એપ ચલાવતા હોય તેવા લોકોને વેચતા હતા. એટલું જ નહીંઆરોપીઓ અલગ-અલગ શહેરોમાં જઈ મોટુ કોલ સેન્ટર પણ ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

જોકે, ભારતના એક આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કેકોર્પોરેટ કંપનીની જેમ રોજના 1.5થી 2 કરોડનું ટર્નઓવર 10 કરોડ સુધી પહોંચાડવાના ટાર્ગેટ આપતા હતા. 2 આરોપીઓ દિલ્હીથી મિટિંગ કરે તે અગાઉ મુચી સંગ ઉર્ફે માર્કચાંગ હાવ યુન ઉર્ફે માર્કોવાંગ ચુન વેઇ ઉર્ફે સુમોકા અને શેન વેઇ હાવ ઉર્ફે ક્રીશ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ સાથે જ સાયબર ક્રાઇમની ટીમે ઠગાઈ કેસમાં ઉપયોગમાં લેવાયેલ બેંક એકાઉન્ટના હોલ્ડર ભાવેશ સુથારની ધરપકડ કરી પૂછપરછ કરતા વડોદરાનું નેટવર્ક ખુલ્યું છે. જે બાદ 2 આરોપીની ધરપકડ કરી પૂછતા તેઓ બેંક એકાઉન્ટ અન્ય લોકોનાં ભાડે લઈને તેમને કમિશન આપતા હતા. ઉપરાંત પ્રવિણ પંચાલની ધરપકડ કરતા નવી દિલ્હીના સેફ હૈદર ઉર્ફે સેમ સિદ્દીકીનું નામ ખૂલ્યું હતું.

સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં રેડ કરી તપાસ કરતા તાઇવાન નાગરિકો દ્વારા ઠગાઈનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું પર્દાફાશ થયો હતો. જોકેઆ મામલે પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 12,75,000 તેમજ 761 નંગ સીમકાર્ડ120 નંગ મોબાઇલ ફોન96 જેટલી ચેકબુક92 ડેબિટ/ક્રેડિટકાર્ડ48 ચેક42 પાસબુક32 યુ.એસ.બી. ચાર્જિંગ હબ6 નંગ હિસાબના ચોપડા3 દુબઈના મેટ્રો કાર્ડ2 સી.પી.યુ. 26 મિનિ કોમ્પ્યુટર9 રાઉટર1 મોબાઈલ સ્વાઇપ મશીન અને 7 લેપટોપ મળી 7 ગુજરાતી સહિત 17 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories