અમદાવાદ : મોંઘીદાટ ભાડે ગાડી કરી દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો, 1 લાખનો વિદેશી દારૂ જપ્ત

અમદાવાદમાં અને અમદાવાદ જિલ્લામાં દારૂ ઘુસાડવાના બુટલેગરો રોજ નવા નવા કિમિયા અપનાવે છે. પરંતુ પોલીસ પણ તે કીમિયા શોધી બુટલેગરોને ઝડપી પડે છે.

New Update

અમદાવાદમાં અને અમદાવાદ જિલ્લામાં દારૂ ઘુસાડવાના બુટલેગરો રોજ નવા નવા કિમિયા અપનાવે છે. પરંતુ પોલીસ પણ તે કીમિયા શોધી બુટલેગરોને ઝડપી પડે છે. અસલાલી પોલીસે આવા જ એક કીમિયો બુટલેગરનો ઝડપી પડ્યો છે. પોતાની ગાડીઓનો ઉપયોગ કરવાની જગ્યાએ હવે ગાડી ભાડે રાખી અથવા સેલ્ફ ડ્રાઇવ માટે રાખી દારૂની હેરાફેરી શરૂ કરી છે. રાજસ્થાન થી આવનારો એક શખ્સ ઝડપાયો છે.

અસલાલી પોલીસે ઝડપેલા મોંઘીદાટ ગાડી અન્ય કોઈ ગુનામાં નહિ પરંતુ દારૂની હેરાફેરીમાં વાપરવામાં આવતી હતી. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ કાર માલિક એ વાતની જાણ પણ ન હતી કે તેની ગાડી દારૂની હેરાફેરીમાં વપરાય રહી છે. પોલીસે ઝડપેલા ગાડીમાંથી એક લાખની કિંમતનો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે દારુ સાથે યુગલ પાંડે નામના બુટલેગરની ધરપકડ કરી છે. યુગલ પાંડે રાજસ્થાની દારુનો જથ્થો લાવીને લાંભા ઈન્દીરાનગર માં લઈ જવાનો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે તેની ધરપકડ કરી છે. આ ગુનામાં દારુ મંગાવનાર અને રાજસ્થાની દારૂ મોકલનાર બંને આરોપી ફરાર છે. પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી હોવાનું એક લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયેલા આરોપી યુગલ પાંડેની પૂછપરછ કરતા દારુ મંગાવનાર નિશાંત ઉર્ફે ભોલુ શર્મા હોવાનું ખુલ્યું છે. સાથે જ રાજસ્થાની દારુ મોકલનાર શ્રવણ ખરાડી કે જે ડુંગરપુર છે તે ફરાર છે. જેની પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. સાથે જ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, યુગલ પાંડેને દરેક બોટલ ના વેચાણ પર કમિશન મળતું હતું. તેની ગાડીઓ પર પોલીસની નજર હોવાથી તે ગાડી ભાડે મેળવી એક દિવસના ત્રણ હજાર લેખે બે દિવસ માટે છ હજારના ભાડામાં ગાડી સેલ્ફ ડ્રાઈવ માટે મેળવી હતી.