Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના 26 ગુનાનો ભેદ ઉકેલ્યો,2 રીઢા વાહન ચોરની ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે એવા વાહનચોર મિત્રોને ઝડપી પાડ્યા છે કે તેને શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી વાહન ચોરી કર્યા છે.

અમદાવાદ:ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના 26 ગુનાનો ભેદ ઉકેલ્યો,2 રીઢા વાહન ચોરની ધરપકડ
X

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે એવા વાહનચોર મિત્રોને ઝડપી પાડ્યા છે કે તેને શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી વાહન ચોરી કર્યા છે. વાહનચોર યાસીન ઉર્ફે કોન્ડો. યાસીન અને તેનો એક મિત્ર કે જે સગીર છે. બંને મિત્રો શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ઓટોરિક્ષા તેમજ ટુ વ્હીલર વાહનોની ચોરી કરતા હતા જેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. બંને વાહન ચોર પાસેથી પોલીસે 16,70,000 ની કિંમતના ચોરી કરેલા વાહન કબજે કરી 26 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલ્યા છે.

પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે નરોડા પાટીયા પાસે આરોપી યાસીન ઉર્ફે કોન્ડો ઉર્ફે અજય ઠાકોર ઉર્ફે વાયરીંગ તેમજ તેનો મિત્ર કેજે સગીર વયના છે. જે બંને એક નંબર પ્લેટ વગરની સી.એન.જી.ઓટો રીક્ષા લઈને જઈ રહ્યાં છે જેને આધારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતા બંને વાહનચોર મિત્રો ચોંકાવનારી વિગતો જણાવી હતી. અન્ય સાગરીતો સાથે મળી છેલ્લા ત્રણ ચાર માસ દરમિયાન અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારો માંથી કુલ 25 જેટલી ઓટો રિક્ષાઓ તેમજ ટુ વ્હીલર ચોરી કરી હોવાની તેમજ આ વાહનો તેઓએ હળવદ તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ વેચ્યા હોવાની કબૂલાત કરી હતી. કબૂલાત ને આધારે પોલીસ હળવદ વિસ્તારમાં ચોરી વાહન લેવા ગયા હતા જ્યાં પોલીસ ઉપર હુમલો થવાની ઘટના પણ સામે આવી હતી.

પોલીસે ચોરી કરેલી 21 જેટલી ઓટો રિક્ષા તથા 5 જેટલા ટુ વ્હીલર્સ મળી કુલ 26 વાહનો મળી કુલ રૂપિયા 16,70,000 ની મત્તા નો મુદ્દામાલ રીકવર કર્યો છે.પકડાયેલ આરોપી ખાસ કોઈ કામ ધંધો કરતા હતા નહિ અને મોજશોખ કરવાના ઈરાદે અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોતાના સાગરીતો સાથે ફરતો રહેતો હતો. તેઓ કોઈ પણ જગ્યાએ પાર્ક કરેલી ઓટોરિક્ષા તેમજ ટુ વ્હિલરની ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલો અથવા તોડી ચોરી કરતા હતા. ચોરી કર્યા બાદ તેઓ આ ચોરી કરેલ વાહન અમદાવાદ બહાર ખાસ કરીને હળવદ તથા તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોને સસ્તામાં વેચી દેતા હતા. ગ્રાહકોને આરસી બુક તેમજ અન્ય ડોક્યુમેન્ટ થોડા દિવસોમાં આપ શું તેમ કહી સસ્તી કિંમતના વહેંચતા હતા. આ રીતે તેઓ છેલ્લા ત્રણ ચાર માસના સમયગાળા માં ઘણી બધી વાહન ચોરી કરી હોવાની કબુલાત આપી છે. વાહન ચોર પકડતા શહેરના અનેક વાહનચોરીના ગુનાહો પણ ઉકેલાયા છે. શહેરના કૃષ્ણનગર, રામોલ, નરોડા, નિકોલ, એલિસ બ્રિજ, શાહીબાગ, વેજલપુર, ગુજરાત યુનિ, સરખેજ, સરદારનગર સહિતના પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનાઓ નોંધાયા હતા જે ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

Next Story