Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ,પોલીસે આરોપીની કરી ધરપકડ

વેપારીએ આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં વ્યાજખોર રાકેશ નાયક, તેનો ભાગીદાર દેવાંગ સથવારા અને અનિલ પટેલ નો ઉલ્લેખ કર્યો

અમદાવાદ: વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ,પોલીસે આરોપીની કરી ધરપકડ
X

અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. અમદાવાદના રાણીપમાં વધુ એક પરિવાર વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયો હતો અને અંતે પરિવાર વ્યાજના ચુંગાલમાં ફસાયેલા મહિલા વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી 3 મહિના પહેલા આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પતિએ પણ જિંદગી ટૂંકાવી લીધી છે. બીજી તરફ આ દંપતીનો આપઘાત કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ બે વ્યાજખોર ની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદના રાણીપમાં વ્યાજખોરના ત્રાસથી મિનરલ વોટર ધંધો કરતા નિકુંજ પંચાલ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે. વેપારીએ આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં વ્યાજખોર રાકેશ નાયક, તેનો ભાગીદાર દેવાંગ સથવારા અને અનિલ પટેલ નો ઉલ્લેખ કર્યો હતો. નિકુંજ પંચાલે ધંધાના વિકાસ અર્થે રાકેશ નાયક અને દેવાંગ સથવારા પાસેથી રૂ 10 લાખ 4 ટકાના વ્યાજે લીધા હતા. જેના 10 લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજના 8 લાખની પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતા.

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને નિકુંજભાઈ ની પત્ની શ્વેતાબેન 2 જૂનના રોજ આપઘાત કરી લીધો હતો. પરંતુ તેમ છતાં આ બંને વ્યાજખોર પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવતા હતા. જેથી કંટાળીને નિકુંજ ભાઈ પણ જીવતર નો અંત આણ્યો છે.આ ઘટનાથી એકનો એક દીકરો ગુમાવનાર માતા આઘાતમાં સરી પડી છે. આ પરિવાર વ્યાજખોર સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.

Next Story