Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પોલીસ અધિકારીએ કર્મચારીને મોબાઈલ એપ્લીકેશનનીમદદથી વાહન ચેકિંગ માટે આપ્યા આદેશ, કર્મચારીએ જે જવાબ આપ્યો એ વાંચી ચોંકી જશો

અમદાવાદ: પોલીસ અધિકારીએ કર્મચારીને મોબાઈલ એપ્લીકેશનનીમદદથી વાહન ચેકિંગ માટે આપ્યા આદેશ, કર્મચારીએ જે જવાબ આપ્યો એ વાંચી ચોંકી જશો
X

ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી તર્કશ નામની એક એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશન અંતર્ગત દરેક વિસ્તારના વાહન ચાલકોને રજીસ્ટ્રેશન આ એપ્લિકેશનમાં કરવામાં આવે છે. અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં અત્યારે પીઆઇ નો ચાર્જ સંભાળતા યુવરાજસિંહ વાઘેલાએ પોલીસના વોટ્સએપ ગ્રુપમાં આ એપ્લિકેશન દ્વારા દરેક કર્મચારીને વાહન ચેક કરવાની સૂચના આપી હતી.

જેના જવાબમાં એક કર્મચારી ઇન્ટરનેટ એલાઉન્સ માગ્યું હતું. જેના સ્ક્રીનશોટ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.તાજેતરમાં જ તર્કશ એપ્લિકેશનનું ક્રાઇમ બ્રાન્ચ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે હવે એક બાદ એક પોલીસકર્મીઓ અલગ અલગ માંગ સાથે સોશિયલ મીડિયામાં વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે હવે ઇન્ટરનેટ એલાઉન્સ માટે પણ માંગ કરતો એક મેસેજ વાયરલ થયો છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જે પી જાડેજા થોડા સમય અગાઉ રાજકીય ઈશારે બદલી કરવામાં આવી હતી.

ત્યાર બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં પીઆઇ નો ચાર્જ યુવરાજસિંહ વાઘેલા ને આપવામાં આવ્યો છે કારણ કે અમુક ફરિયાદના લીધે હવે અહીં પટેલ અધિકારી મુકવામાં આવે તેવી વાત પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે ત્યારે પીઆઇ યુવરાજ સિંહ વાઘેલાએ સોલા પોલીસ સ્ટેશનના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યો હતો કે, "નાઈટ ડ્યુટી માં ફરજ બજાવતા દરેક કર્મચારીએ રાતના સમય દરમિયાન તરકસ એપ્લીકેશન દ્વારા 25 વાહન ચેક કરવા.

સવારે 5 વાગ્યે PSO તમામની હાજરી લેશે.200 વાહનો ચેક થવા જોઈએ" જેના જવાબમાં એક કર્મચારી એ આજ ગ્રુપમાં લખ્યું હતું કે, "ઇન્ટરનેટ એલાઉન્સ મળશે તે દિવસે કરીશું. સરકારમાં રજૂઆત કરો સાહેબ.છેલ્લા કેટલાક સમયથી પોલીસ વિભાગમાં ગ્રેડ પેને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મચારીઓ પોતાને મળતા પગાર અને ભથ્થા થી ખુશ ન હોય તેવું અંદરખાને લાગી રહ્યું છે.

Next Story