Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સોલા સિવિલમાંથી એક દિવસની બાળકીનું થયું અપહરણ

પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજ સહિત તમામ જગ્યા પર પોલીસની તપાસ.

X

અમદાવાદનાં સોલા સિવિલ હોસ્પિટલના PNC વોર્ડમાંથી એક દિવસની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બાળકીને ઉઠાવી લઈ જનારને શોધવા માટે સોલા પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક દિવસની નવજાત બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના ત્રીજા માળે આવેલા વોર્ડમાંથી કોઈ અજાણ્યા શખસ દ્વારા અપહરણ કરાયું છે. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, સરસ્વતી રાજેન્દ્ર પાસી મૂળ અમેઠીના વતનીએ પોલીસને જાણ કરી હતી કે તેમણે 31 ઓગસ્ટે બાળકીને જન્મ આપ્યો હતો. તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે સ્થિત PNB વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બીજી સપ્ટેમ્બરે મધરાતે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે કોઈ અજાણી વ્યક્તિ તેમની એક દિવસની બાળકીનું અપહરણ કરીને લઈ ગઈ હતી.

આ અંગેની જાણ થતાં પોલીસે બાળકીના ફોટો વહેતો કરીને તેને શોધવા માટે ખાસ ટીમ બનાવી છે. પોલીસે સોલા સિવિલ હોસ્પિટલમાં કાફલો મોકલી સીસીટીવી ફૂટેજ સહિત તમામ જગ્યાએ તપાસની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનુ છે કે પોલીસ તપાસ દરમિયાન હોસ્પિટલના તે વોર્ડમાં કેટલા સીસીટીવી કેમેરા બંધ હોવાનું પણ સામે આવતા પોલીસની મહેનત વધી છે. જોકે, પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાળકીની શોધખોળ શરૂ કરી દીધી છે.

હોસ્પિટલના વોર્ડમાંથી બાળકીનું અપહરણ થતાં હોસ્પિટલમાં સિક્યોરિટી અને બાળકોની સલામતી સામે સવાલો ઊભા થયા છે. એકે તરફ સોલા સિવિલના પીએનસી વોર્ડની બહારનો કેમેરો બંધ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે બીજી તરફ પીએમસી બોર્ડના ઈન્ચાર્જની હાજરી હોવા છતાં એક નવજાત બાળકનું અપહરણ થઈ જતા સોલા સિવિલના અધિકારીઓની બેદરકારી છતી થઈ છે. પોતાની બેદરકારી છુપાવવા માટે તેઓ કેવી રીતે વાત ફેરવી રહ્યા છે ચાલો જોઈએ.

Next Story