Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ચા, કોફી અને સુપ આપતું અનોખું ATM, જુઓ ક્યાં આવેલું છે

અમદાવાદ: ચા, કોફી અને સુપ આપતું અનોખું ATM, જુઓ ક્યાં આવેલું છે
X

તમે અત્યાર સુધી ATM તો અનેક જોયા હશે પરંતુ અમે તમને બતાવવા જઈ રહ્યા છે એક અનોખુ ATM જેમાં 5 રૂપિયાનો સિક્કો નાખતા જ મળશે ચા, કોફી અને ટમેટો સુપ. જુઓ આ અહેવાલ.....

આમ તો ડેબિટ કાર્ડ નાખો અને રૂપિયા મળી જાય એવા વિવિધ બેંકના ATM ઠેરઠેર જોવા મળે છે. પીવાના પાણી માટેના ATM પણ હવે ક્યાંક ક્યાંક જોવા મળતા હોય છે જ્યારે હવે ત્યારબાદ હવે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં બીજું એક અનોખું ATM મૂકવામાં આવ્યું છે જેમાં ચા, કોફી અને સુપ નીકળે છે. આ ATM માં 5 રૂપિયાનો સિક્કો નાખો અને સુપ પીવો અને એ પણ સારી ગુણવવતાનો સુપ મળે છે. એટલું જ નહીં આ સુપ તમને 24 કલાક મળી રહે છે.

રોજના 150 થી 200 લોકો આ મશીનનો ઉપયોગ કરી ચા, કોફિ અને સુપની લિજ્જત માણી રહ્યા છે. આ મશીન 24 કલાક ચાલુ રહે છે. નારણપુરાના યુવાને આ ATM મેક ઇન ઇન્ડિયાના કોન્સેપટથી બનાવ્યું છે. રેલવે સ્ટેશન પર પાણીના ATM હોય છે તેના પરથી આ પ્રકારે ATM બનાવવાનો વિચાર આવ્યો હતો. પહેલા આ વિસ્તારમાં પાણીના ATM લગાવ્યા હતા અને બાદમાં ધીરે ધીરે ચા, કોફી અને ટોમેટો સુપના ATM લગાવ્યા છે.

Next Story