ફ્રીમાં મુસાફરી, અમદાવાદ એએમટીએસ દ્વારા બહેનોને રક્ષાબંધનની ભેટ

રક્ષાબંધનના પર્વ પર મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. એ સિવાય 10 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરી કરવા દેવાનો AMTSએ નિર્ણય લીધો છે.

New Update

આવતીકાલે ગુરૂવાર તારીખ 11 ઓગસ્ટ ના રોજ રક્ષાબંધનનો પર્વ છે. ત્યારે રક્ષાબંધનના દિવસે ભાઇના હાથે બાંધવામાં આવતી રાખડી એ ભાઈ-બહેન નો અતૂટ પ્રેમની નિશાની છે. ત્યારે રક્ષાબંધન પર્વને ધ્યાને રાખી અમદાવાદ AMTSએ મહિલાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે

અમદાવાદ મ્યુન્સિપાલ કોર્પોરેશન દ્વારા રક્ષાબંધનના દિવસે મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકે તે માટે AMTSએ મહત્વની જાહેરાત કરી છે. રક્ષાબંધનના પર્વ પર મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. એ સિવાય 10 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરી કરવા દેવાનો AMTSએ નિર્ણય લીધો છે.

જોકે, બીજી બાજુ બસમાં કેટલી મહિલા બેસી શકે તેની હજુ સુધી કંઇ સ્પષ્ટતા નથી કરાઇ.મહત્વનું છે કે, અગાઉ રક્ષાબંધનના પર્વ માટે અડધી ટિકિટ જાહેરાત કરાઈ હતી. જ્યારે અંતે AMC દ્વારા આ નિર્ણય બદલી રક્ષાબંધનના દિવસે મહિલાઓ માટે બસમાં ફ્રી મુસાફરી ની જાહેરાત કરવામાં આવી છે આમ આવતીકાલે અમદાવાદની બસમાં મહિલા ફ્રી માં મુસાફરી કરી શકશે

Latest Stories