જો તમે વેક્સિન નહીં લીધી હોય તો હવેથી અમદાવાદનાં આ સ્થળો પર પ્રવેશ નહીં મળે.!

New Update

કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કર્યું છે. અમદાવાદ શહેરમાં 36.59 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને 16.44 લાખ લોકોને બીજો ડોઝ આમ કુલ 53 લાખથી વધુ લોકોએ વેક્સિન લઇ લીધી છે.

હજી પણ કેટલાક લોકો વેક્સિન લઇ રહ્યા નથી, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે નવો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં પ્રવેશ માટે વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે. તેની સાથે સાથે AMTS-BRTS, કાંકરિયા તળાવ, કાંકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર જવા વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, AMTS-BRTS બસ, કાંકરિયા વગેરે જગ્યાએ વેક્સિનનો પહેલો ડોઝ લીધેલો હોવો જરૂરી છે. તેમજ બીજો ડોઝ લેવાની પાત્રતા ધરાવતા હોવા છતાં જો તે બીજો ડોઝ નહિ લીધો હોય તો 20 સપ્ટેમ્બર સોમવારથી બિલ્ડીંગમાં AMC હસ્તક તમામ બિલ્ડીંગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

કાંકરિયા લેકફ્ર્ન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત છે.

આ નિર્ણય અંગે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે 20 સપ્ટેમ્બરથી એન્ટ્રી પોઇન્ટ પર વેક્સીન સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવશે.

#Ahmedabad #vaccinated #Connect Gujarat News #corona vaccination #Vaccination #Ahmedabad Municipal Corporation #Gujarat Corona Vaccine
Latest Stories