Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદમાં કેરીના ભાવમાં ધરખમ ઘટાડો,જાણો શું રહ્યા ભાવ..?

મેં મહિનામાં કેરીનું એક બોક્સ 1,500 રૂપિયાની આસપાસ વેચાતું હતું. હવે તેનો ભાવ 1,000 રૂપિયા થઈ ગયો છે.

અમદાવાદમાં કેરીના ભાવમાં ધરખમ ઘટાડો,જાણો શું રહ્યા ભાવ..?
X

અમદાવાદના બજારમાં હવે કેર સસ્તી થઇ છે. તાલાલા-ગીરની કેરી હવે અમદાવાદમાં રસ્તા ભાવે વેચાઈ રહી છે.એપ્રિલ મહિનામાં જે કેરીની પેટી 1,500 રૂપિયા ના ભાવે વેચાતી હતી તે કેરી હવે 1000 રૂપિયા આસપાસ મળી રહી છે. આ પાછળના કારણો પણ ઘણા છે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કેરી ઉત્સવ કરવામાં આવે છે જેમાં રાજ્યભરના ખેડૂતો ભાગ લે છે શહેરના પ્રહલાદ નગર રોડ અને વાસ્ત્રપુર ખાતે ખેડૂતો કેરી નું સીધું જ વેચાણ કરે છે. અમદાવાદમાં કેરીના સારા ભાવ મળે તે માટે મોટી સંખ્યામાં ખેડૂતો અહીં આવે છે. આશરે છેલ્લા એક મહિનાથી ખેડૂતો કેરીનું વેચાણ કરી રહ્યા છે. આ માટે વિવિધ જગ્યાએ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. અહીં ગ્રાહકો તપાસ બાદ કેરીની ખરીદી કરી શકે છે.

મેં મહિનામાં કેરીનું એક બોક્સ 1,500 રૂપિયાની આસપાસ વેચાતું હતું. હવે તેનો ભાવ 1,000 રૂપિયા થઈ ગયો છે. આ પાછળનું કારણ પણ ખાસ છે. જ્યારે પ્રથમ પાક આવે છે ત્યારે બજારમાં માલ મર્યાદિત હોઈ છે પણ સમય જતા આવક વધે છે ઉપરાંત હવે વરસાદ પણ નજીકમાં છે તેથી કેરીના ભાવમાં ઘટાડો જોવા મળે છે તો બીજીબાજુ રાજ્ય બહારથી પણ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક સહિત અસંખ્ય રાજ્યમાંથી હાલ કેરી આવી ગઈ છે. કેરળમાં વરસાદ નજીક છે. હવામાન વિભાગે ગુજરાતમાં પણ 15 જૂનથી વરસાદના આગમન અંગે અનુમાન કર્યું છે. જેને કારણે વેપારીઓને ભીતિ છે કે જો વરસાદ આવશે તો કેરી ખાવા વાળો વર્ગ નહીં મળે. આથી વેપારીઓ તેમની પાસે રહેલો સ્ટોક બજારમાં કાઢી રહ્યા છે જેને કારણે કેરી સસ્તી થઈ છે.

Next Story