વધતાં કોરોના પર અમિત શાહે કહ્યું- ફેબ્રુઆરીમાં જ રાજ્યોને અધિકાર આપવામાં આવ્યા હતા, દેશમાં રસીનો અભાવ નથી

New Update
વધતાં કોરોના પર અમિત શાહે કહ્યું- ફેબ્રુઆરીમાં જ રાજ્યોને અધિકાર આપવામાં આવ્યા હતા, દેશમાં રસીનો અભાવ નથી

વધતાં કોરોના પર અમિત શાહે કહ્યું- ફેબ્રુઆરીમાં જ રાજ્યોને અધિકાર આપવામાં આવ્યા હતા, દેશમાં રસીનો અભાવ નથી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો વિશે મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં જ તમામ અધિકાર રાજ્યોને અપાયા હતા. રાજ્ય સરકારો નિર્ણય કરશે કે કન્ટેન્ટ ઝોન ક્યાં હશે.

કોલકાતામાં ચૂંટણી સભાને સંબોધન કર્યા બાદ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં અમિત શાહે કહ્યું હતું કે, રાજ્ય સરકાર જ કન્ટેન્ટ ઝોન અંગે જાહેરનામું બહાર પાડશે. ઘણા રાજ્યોથી રસીની ઉણપની ફરિયાદ અંગે અમિત શાહે કહ્યું હતું કે, “રસીના અભાવની માહિતી સાચી નથી. બધા રાજ્યોને રસીનો પૂરતો ડોઝ આપવામાં આવી રહ્યો છે."

દેશમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ વચ્ચે મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના ઘણા રાજ્યોમાં રસીનો અભાવ છે. મુંબઇમાં 71 માંથી 25 ખાનગી રસીકરણ કેન્દ્રો બંધ રાખવાના છે. ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકાર પર રસી ન મોકલવાનો આરોપ લગાવ્યો છે.

આજે ભારતમાં કોરોનાના 1 લાખ 31 હજાર 968 નવા કેસ આવ્યા બાદ સંક્રમિત લોકોની કુલ સંખ્યા 1 કરોડ 30 લાખ 60 હજાર 542 થઈ ગઈ છે. જ્યારે વધુ 780 લોકોના મોત પછી, મૃત્યુની સંખ્યા વધીને એક લાખ 67 હજાર 642 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 9 લાખ 79 હજાર 608 થઈ ગઈ છે. જ્યારે આ વર્ષે 12 ફેબ્રુઆરીએ ઓછામાં ઓછા 1 લાખ 35 હજાર 926 સક્રિય કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ 19 લાખ 13 હજાર 292 લોકો સાજા થયા છે.

Latest Stories