અંકલેશ્વરઃ GIDC વિસ્તારમાં ખોદકામ દરમિયાન બની ગેસલિકેજની ઘટના, મચી દોડધામ

Update: 2018-08-03 10:54 GMT

નોટીફાઈડ વિભાગ દ્વારા જોસીબીથી ખોદકામ કરવામાં આવતાં ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નોટીફાઈડ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી ખોદકામની કામગીરી વેળાં ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે ગેસ લિકેજની ઘટના બનતાં દોડધામ મચી હતી. જોકે ગુજરાત ગેસ કંપનીના ટેક્નિશિયનો દ્વારા સ્થળ ઉપર દોડી આવી તાત્કાલિક અસરથી ગેસ પુરવઠો બંધ કરી રિપેરની કામગીરી હાથ ધરતાં મોટી જાનહાની થતાં અટકી હતી.

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી નોરિસ કંપની પાસેથી પસાર થતી કેનાલની બાજુમાં નોટિફાઇડ દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જીસીબી વડે ચાલતી ખોદકામની કામગીરી દરમ્યાન અચાનક ગેસ કંપનીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે ગેસ લીકેજની ઘટના સામે આવી હતી.

ગેસ લીકેજ થતાં ગુજરાત ગેસ કંપનીને જાણ કરવામાં આવતાં ગેસ કંપનીનાં ટેક્નિશિયનો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા. તેમણે ગેસ પુરવઠો બંધ કરી રીપેરીંગ કામ હાથ ધર્યું હતું. સદનશીબે ઘટના દરમ્યાન કોઈ જાન હની નોંધાઈ નહોતી અને મોટી દુર્ઘટના થતાં ટળી હતી.

Tags:    

Similar News