ભરૂચ: નેત્રંગ નજીક ધોધમાં ડૂબી ગયેલ 2 યુવાનોની સ્મશાન યાત્રા નિકળી, ગામ હીબકે ચઢ્યું

ભરૂચ જિલ્લાના નેત્રંગ નજીક કરજણ નદી પરના ધોધ પર ડૂબી જતાં જંબુસરના ઉબેર ગામના 2 યુવાનોના મોત નિપજ્યાં હતા.

Update: 2022-04-04 09:50 GMT

ભરૂચ જિલ્લાના નેત્રંગ નજીક કરજણ નદી પરના ધોધ પર ડૂબી જતાં જંબુસરના ઉબેર ગામના 2 યુવાનોના મોત નિપજ્યાં હતા. આજરોજ બન્ને યુવાનોની સ્મશાન યાત્રા નીકળતા ગામ આખુ હીબકે ચઢ્યું હતું

જંબુસર તાલુકામાં ઊબેર ગામનાં લોકો નેત્રંગ ખાતે આવેલા સ્વામી નારાયણ મંદિરે આત્મીય સ્નેહ મિલનમાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ રવિવારે સાંજે સાત વાગ્યા બાદ ચાલું થવાનો હતો. ગામથી વેહલા આવી જતાં નેત્રંગ નજીક ધાણીખૂંટ ગામે આવેલા કરજણ નદી પરના રમપમ ધોધની મુલાકાતે ગયા હતા. જ્યાં નાહવા પડેલાં સાથી મિત્રો સાથે અચાનક આ ઘટના બની હતી. પોલીસ સ્ટેશને જાણ થતાં નેત્રંગ પોલિસે સ્થળ ઉપર દોડી જઈ તપાસ કરી હતી. અન્ય એક યુવક ને 108 મારફતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ બાદ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ રેફર કરાયો હતો.

જ્યારે વિશાલ પરમાર અને રાકેશ પઢિયારને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યાં હતાં.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આજરોજ બન્ને યુવાનોની અંતિમ યાત્રા નીકળતા ગામ આખું હીબકે ચઢ્યું હતું. યુવાનોની સમશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

Tags:    

Similar News