ભરૂચ : મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે કારેલી ગામે યોજાય રક્તદાન શિબિર...

જંબુસર તાલુકાના કારેલી ગામ સ્થિત ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને નેતાજી શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-01-30 11:14 GMT

ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામ સ્થિત ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને નેતાજી શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Full View

ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામ સ્થિત ગાંધી આશ્રમ ખાતે જંબુસર 150 મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામીની ઉપસ્થિતીમાં મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને નેતાજી શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. રક્તદાન શિબિરમાં ધ્વનિ બલ્ડ બેન્કના તબીબ સહિતના સ્ટાફ દ્વારા 60થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી ધારાસભ્ય કિરણ મકવાણા, કારેલી ગામ સરપંચ તુષાર પરમાર, ઉપસરપંચ મુકેશ પઢીયાર, ભારતીય જનતાપાર્ટી તાલુકા મહામંત્રી બળવંતસિંહ પઢીયાર, ભાજપ જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપસિંહ પરમાર, એસ.સી. મોરચા જિલ્લા ઉપ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News