ભરૂચ:નર્મદા મૈયા બ્રિજ પરથી SOG પોલીસે ચરસ અને મોંઘીદાટ દારૂની બોટલ સાથે 2 આરોપીઓની કરી ધરપકડ

કુલ રૂપિયા 2.18 લાખના મુદ્દામાલ સાથે સોહેલ હસનઅલી પટેલ અને સલમાન લીયાકત ખીલજીની ધરપકડ કરી છે...

Update: 2022-06-05 12:52 GMT

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા બે આરોપીઓની ચરસ અને મોંઘીદાટ દારૂની બોટલો સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે ભરૂચથી સુરત વચ્ચે 4 ચેકપોસ્ટ કાર્યરત કરી દીધી હતી. જેથી કરી આર્થિક, સામાજિક અને નશાકીય ગુનાખોરી ઉપર અંકુશ લાવી શકાય.દરમિયાન શનિવારે સાંજે અંકલેશ્વર તરફથી ઇકો ગાડી લઈ ડ્રાઈવર સલમાન અને તેનો મિત્ર સોહેલ આવી રહ્યા હતા.

Full View

જેઓને ભરૂચ એસ.સો.જી. એ નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર તરફના છેડે અટકાવ્યા હતા.સોહેલના ખિસ્સામાંથી 37 ગ્રામ ચરસ કિંમત રૂપિયા 5050 તેમજ ગાડીમાંથી મોંઘીદાટ દારૂની બોટલ મળી આવી હતી .SOG એ ચરસ, દારૂ-બિયર, 2 મોબાઈલ અને ઇકો ગાડી જપ્ત કરી કુલ રૂપિયા 2.18 લાખના મુદ્દામાલ સાથે ભરૂચની હુસેનિયા સોસાયટીમાં રહેતા સોહેલ હસનઅલી પટેલ અને વસીલા સોસાયટીમાં હલીમા પાર્કમાં રહેતા સલમાન લીયાકત ખીલજીની ધરપકડ કરી છે. બન્ને આરોપી સામે નાર્કોટિક્સ તેમજ પ્રોહીબિશન એક્ટ હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ મથકે બે ગુના નોંધી વધુ તપાસ એસ.ઓ.જી. ચલાવી રહી છે

Tags:    

Similar News