અંકલેશ્વરમાં ટ્રાન્સફોર્મર ચોરી કરતી ટોળકીનો મુખ્ય સુત્રધાર કીમથી ઝડપાયો

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અસરકારક કાર્યવાહી માટે સુચના આપી ઝુંબેશ શરૂ કરાવી છે.

Update: 2022-05-05 08:15 GMT

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અસરકારક કાર્યવાહી માટે સુચના આપી ઝુંબેશ શરૂ કરાવી છે. જે અભિયાનના ભાગરૂપે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.મંડોરાના માર્ગદર્શન હેઠળ નાસતા – ફરતા આરોપીઓ ઝડપી પાડવા એલ.સી.બી ભરૂચની અલગ – અલગ ટીમો બનાવી વોન્ટેડને જેલભેગા કરવા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા છે. આ દરમ્યાન એલ.સી.બી ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી મળી હતી કે અંક્લેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયેલ ડી.પી ચોરીના અલગ – અલગ કુલ -૧૦ ગુનાઓમા છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી બરકતઅલી કીમ ખાતે આવેલ શિવશક્તિ હોટલ ખાતે આવનાર છે.

બાતમીના આધારે એલ.સી.બી ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. કીમ ખાતે આવેલ શિવશક્તિ હોટલ ખાતે પોલીસે વોન્ટેડ આરોપી બરકતઅલી મળી આવતા તેની અટકાયત કરી હતી. આરોપીને તપાસ પુછપરછ અર્થે અંક્લેશ્વર ખાતે લાવવામાં આવ્યો હતો . અંક્લેશ્વર શહેર પોલીસ મથકના ડી.પી ચોરીના કુલ -૧૦ ગુનાઓમા વોન્ટેડ આરોપી બરકતઅલી હોવાનું સ્પષ્ટ થતા ક્રીમીનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરી આરોપીને વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર પો.સ્ટે.મા સોંપવામા આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ ટોળકી દ્વારા ચોરી માટે વીજ પુરવઠો ખોરવી નાખવામાં આવે છે. જરૂરિયાતના સમયે વીજળી ન મળતા ખેડૂતોને ખેતીમાં પણ નુકસાનોનો સામનો કરવો પડતો હોય છે.

Tags:    

Similar News