ભરૂચ: નેત્રંગ 15 વર્ષીય સગીરા સાથે સ્કોલરશીપ માટે એકાઉન્ટ ખોલાવી આપી બેકના કર્મચારીએ આચર્યું દુષ્કર્મ

સગીરાને પેટમાં દુખાવો ઉપડતા મેડિકલ તપાસ અર્થે લઈ જતા તેના પેટમાં સાત માસનો ગર્ભ હોવાનું બહાર આવતા નરાધમે સગીરાને ધમકી આપી હતી

Update: 2023-04-21 10:44 GMT

ભરૂચના નેત્રંગના એક ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાને સ્કોલરશીપ માટે બેક એકાઉન્ટ ખોલાવી આપી બેકના કર્મચારીએ દુષ્કર્મ આચરતા સગીરાને ૭ માસનો ગર્ભ રહી જતા પોલીસે નરાધમની ધરપકડ કરી છે વર્ષ-૨૦૧૬માં નેત્રંગ તાલુકાના એક ગામમાં રહેતી ૧૫ વર્ષ ૧૦ માસની સગીરા એક ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-૬માં અભ્યાસ કરી હતી તે સમયે બેંક ઓફ બરોડામાં સ્કોલરશીપ માટે બેંક એકાઉન્ટ ખોલાવવા ગઈ હતી

તે દરમિયાન બેંક કર્મચારી અને ચાસવડ ઝરણા ગામના અલ્પેશ અર્જુન વસાવા સાથે સંપર્કમાં આવી હતી અને અવારનવાર મોબાઈલ ફોન મારફતે વાતચીત કરી સગીરાને પ્રથમ કપડા લેવાની લાલચ આપી ગામની સીમમાં લઇ જઈ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું જે બાદ સગીરાના ઘરમાં પ્રવેશ કરી વારંવાર સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા મેડિકલ તપાસ અર્થે લઈ જતા તેના પેટમાં સાત માસનો ગર્ભ હોવાનું બહાર આવતા નરાધમે સગીરાને ધમકી આપી હતી આ અંગેની જાણ તેણીની માતાને થતા માતાએ નેત્રંગ પોલીસ મથક ખાતે બળાત્કાર અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી પોલીસે પોક્સો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Tags:    

Similar News