ડાંગ : વનબંધુ આરોગ્ય ધામ ખાતે નેત્ર રોગ નિદાન અને સારવાર કેમ્પનો દર્દીઓએ લાભ લીધો...

ડાંગ જિલ્લાના આહવા સ્થિત વનબંધુ આરોગ્ય ધામ હોસ્પિટલ ખાતે યોજાયેલા નેત્ર રોગ નિદાન અને સારવાર કેમ્પનો ૭૯ દર્દીઓને વિના મૂલ્યે લાભ મળ્યો હતો.

Update: 2022-04-12 08:55 GMT

ગત તારીખ ૧૧મી એપ્રિલ, ૨૦૨૨ના દિને, કાંતિલાલ જે. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડાંગ જિલ્લાના આહવા સ્થિત વનબંધુ આરોગ્ય ધામ હોસ્પિટલ ખાતે યોજાયેલા નેત્ર રોગ નિદાન અને સારવાર કેમ્પનો ૭૯ દર્દીઓને વિના મૂલ્યે લાભ મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, લાભ લેનારા કુલ ૭૯ દર્દીઓ પૈકી ૧૫ દર્દીઓને મોતિયા બિંદની સારવાર આપવા સાથે, વધુ તપાસ અર્થે અન્ય ૧૭ દર્દીઓને સીતાપુર ખાતે મોકલવામા આવ્યા હતા, જ્યારે જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવા, અને આઈ ડ્રોપ વિતરણ કરવા ઉપરાંત, નજીવા દરે ૨૮ દર્દીઓને લેન્સ પણ પુરા પડાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ નેત્ર ચિકિત્સા કેમ્પ, કે.જે.પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત, વનબંધુ આરોગ્યધામ સ્થિત ડો. કિરણ સી. પટેલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ-આહવાના સહયોગથી, શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ-સીતાપૂર સંચાલિત, તાપી બા આંખની હોસ્પિટલ દ્વારા આયોજિત કરાયો હતો.

Tags:    

Similar News