ગાંધીનગર : AAPમાં આંતરિક જૂથવાદ, એક માત્ર કોર્પોરેટરની નારાજગી સાથે રાજીનામાની ચીમકી

અરવિંદ કેજરીવાલને ટેગ કરી કરવામાં આવેલા ટ્વીટમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે

Update: 2021-11-03 08:48 GMT

ગાંધીનગર મનપાની ચૂંટણી પૂર્ણ થયાને હજી તો ગણતરીના દિવસો જ વીત્યા છે, ત્યાં આમ આદમી પાર્ટીનો આંતરિક અસંતોષ બહાર આવવા લાગ્યો છે. મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજેતા થયેલા કોર્પોરેટર તુષાર પરીખને સ્થાનિક કાર્યક્રમોમાં નજરઅંદાજ કરાતા હોવાથી તેઓ દ્વારા રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજેતા કોર્પોરેટર તુષાર પરીખ દ્વારા ટ્વિટર પર બળાપો કાઢવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલને ટેગ કરી કરવામાં આવેલા ટ્વીટમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો સ્થાનિક કક્ષાએ પાર્ટી દ્વારા તેમનું માન-સન્માન જળવાશે નહીં, તો તેઓ પાર્ટી છોડી દેશે. ગાંધીનગરમાં સ્થાનિક નેતા દ્વારા નાના-મોટા નિર્ણયો કાર્યકરોને પૂછ્યા વિના જ મનસ્વી રીતે કરતા હોવાની બુમરાણ ઉઠી છે. અરવિંદ કેજરીવાલને ટેગ કરી ટ્વીટ કરનાર ગાંધીનગર મનપાના AAPના એકમાત્ર કોર્પોરેટર તુષાર પરીખે જણાવ્યું હતું કે, ગાંધીનગર AAPના શહેર સંગઠનમાં વિસંગતતા છે. જેને કારણે મારે પાર્ટી અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને ટ્વીટ કરી જાણ કરવાની ફરજ પડી છે. પાર્ટી હોદેદારો તેમને જાણ કર્યા વગર કાર્યક્રમ કરે છે. જેને કારણે તેમનું માન-સન્માન જળવાતું નથી. પાર્ટીએ શિસ્તમાં રહી કાર્યક્રમો યોજવા જોઈએ. આમ એક માત્ર કોર્પોરેટરની નારાજગી બહાર આવતા આમ આદમી પાર્ટી તરફથી ડેમેજ કંટ્રોલના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

Tags:    

Similar News