વડોદરા: MSUમાં અભ્યાસ કરતા મૂળ બિહારના વિદ્યાર્થીનો વતનમાં ફાંસો લગાવી આપઘાત, મિત્રોમાં ઘેરા શોકની લાગણી

આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો આનંદ શર્મા નામનો વિદ્યાર્થી ચાર દિવસ અગાઉ તેના વતન બિહાર ખાતે પોતાના ઘરે ગયો હતો.

Update: 2022-05-11 12:41 GMT

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા મૂળ બિહારના વિદ્યાર્થીએ ગઇકાલે પોતાના વતનમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા વડોદરાના મિત્રોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.મૂળ બિહારનો રહેવાસી અને હાલ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો આનંદ શર્મા નામનો વિદ્યાર્થી ચાર દિવસ અગાઉ તેના વતન બિહાર ખાતે પોતાના ઘરે ગયો હતો.

આ દરમિયાન તેને ગઇકાલે પોતાના વતન બિહારમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.મૂળ બિહારના આનંદ શર્મા એમ. એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આનંદના આપઘાતના બનાવની જાણ થતાં આજે વડોદરાની આર્ટ ફેકલ્ટીમાં તેની સાથે અભ્યાસ કરતા મિત્રો તથા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

Tags:    

Similar News