જસદણ : પાસ કન્વીનર સુનિલ ખોખરીયા ફાયરિંગ કરતો વિડીયો વાઇરલ થતા મચી ચકચાર
જસદણ પાસ કન્વીનર સુનિલ ખોખરીયા ફાયરિંગ કરતો વિડીયો વાઇરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે જોટામાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે. આ વીડિયો કોઈ પ્રસંગ દરમિયાન રાત્રીના સમયે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે.
આ મામલે કનેક્ટ ગુજરાતની ટીમે પાસ કન્વીનરનો સંપર્ક સાધવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જો કે તેનો સંપર્ક સાધી શકાયો નહોતો. તો સાથે જ આટકોટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ મામલે હજુ અમારી પાસે કોઈ ફરિયાદ નથી આવી.તેમ છતાં વાઇરલ થઈ રહેલ વિડીઓ મામલે અમે જરૂરી તપાસ કરીશું.