ભરૂચ જિલ્લામાં સવારે 6 કલાક સુધીમાં 286 મીમી વરસાદ, સિઝનનો કુલ 1386 મીમી

Update: 2018-07-05 05:54 GMT

નેત્રંગ તાલુકામાં સૌથી વધુ 64 મીમી વરસાદ નોંધાયો હતો.

ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો હતો. વરસાદે આજે વિરામ લીધાં બાદ જિલ્લામાં છૂટા છવાયા ઝાપટાં નોંધાયા હતા. ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો છે. આજે સવારે 6 કલાક સુધીનો જિલ્લામાં 286 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સિઝનનો સરેરાશ વરસાદ 1386 મીમી નોંધાયો છે. નેત્રંગ તાલુકામાં સૌથી વધુ 64 મીમી વરસાદ નોંધાયો હતો.

Tags:    

Similar News