Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: આઝાદીના અમૃતમહોત્સવ અંતર્ગત ચિત્ર પ્રદર્શન યોજાયું

અંકલેશ્વર: આઝાદીના અમૃતમહોત્સવ અંતર્ગત ચિત્ર પ્રદર્શન યોજાયું
X

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અંકલેશ્વરમાં ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવનની માહિતી ચિત્રો સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી.

ભારત દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય રહ્યો છે જેના ભાગરૂપે વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા તારીખ 12મી માર્ચના રોજ અમદાવાદનાં સાબરમતી આશ્રમ ખાતેથી દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ યાત્રા દાંડી રૂટ પર આગળ વધી રહી છે અને આવતીકાલે અંકલેશ્વરમાં પ્રવેશ કરશે જેના ભાગરૂપે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય તેમજ ગુજરાત રાજ્ય માહિતી વિભાગ દ્વારા અંકલેશ્વરના જલારામ હોલ ખાતે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણ દિવસ ચાલનાર ચિત્ર પ્રદર્શનને નગર સેવા સદનના પ્રમુખ વિનય વસાવના હસ્તે ખુલ્લુ મુવાકવામાં આવ્યું હતું. આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ,મામલતદાર એચ.જી.બેલડિયા,શહેર ભાજપ પ્રમુખ નરેંદ્ર પટેલ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં દાંડી યાત્રા તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન બાબતની માહિતી ચિત્રો સ્વરૂપે રજૂ કરવામાં આવી છે.

Next Story