ભરૂચ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા તરીકે શમસાદઅલી સૈયદની કરાઇ નિમણુંક!

New Update
ભરૂચ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા તરીકે શમસાદઅલી સૈયદની કરાઇ નિમણુંક!

ભરૂચ નગરપાલિકાના કોંગ્રેસના યુવા કોર્પોરેટર શમસાદઅલી સૈયેદની વિરોધપક્ષના નેતા તરીકેની નિમણુંક કરાતા યુવાનોમાં ખુશહાલી ફેલાઇ હતી.

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈના સામાન્ય સભ્યથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર શમશાદ અલી સૈયદને પક્ષે મોટી જવાબદારી સોંપી છે. એન.એસ.યુ.આઇ, ત્યારબાદ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે અને છેલ્લા ત્રણ વર્ષથી વોર્ડ નંબર-૨નાં સભ્ય તરીકે સાચા જનસેવકની માફક હંમેશા જનતાની વચ્ચે રહેતા, પ્રજા કલ્યાણના કામ કરતા અને કોંગ્રેસની વિચારધારાને જન જન સુધી પહોંચાડી કોંગ્રેસ પ્રત્યે લોકોનો વિશ્વાસ અંકબંધ રાખતા શમશાદ અલી સૈયદને ભરૂચ કોંગ્રેસ પ્રમુખ પરિમલ રણાના હસ્તે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાના આદેશ અનુસાર ભરૂચ નગર પાલિકાના વિરોધ પક્ષના નેતાની મોટી જવાબદારી સોંપાતા મિત્રવર્તુળ સહિતના સ્નેહીજનોમાં ખુશીની લહેર ફેલાઇ હતી.