Connect Gujarat
ગુજરાત

પ્રેસફોટોગ્રાફર સાથે કરાયેલ પોલીસ દમન મુદ્દે ભરૂચ પત્રકાર સમિતિ દ્વારા ભરૂચ કલેકટરને અપાયું આવેદન

પ્રેસફોટોગ્રાફર સાથે કરાયેલ પોલીસ દમન મુદ્દે ભરૂચ પત્રકાર સમિતિ દ્વારા ભરૂચ કલેકટરને અપાયું આવેદન
X

તાજેતરમાં અમદાવાદ ખાતે છારાનગરમાં પ્રેસ ફોટોગ્રાફર પ્રવિણ ઈન્દ્રેકર ઉપર થયેલ પોલીસ દમન અને તેના ઉપર લગાવાયેલ રાયોટીંગની કલમ દૂર કરવા બાબત ભરૂચ પત્રકાર સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આવેદનમાં જણાવ્યાનુસાર અમદાવાદ અને છારા નગર વિસ્તારમાં પોલીસ અને વિસ્તારના લોકો સાથે થયેલ માથાકૂટ નું કવરેજ કરી રહેલ પ્રવિણ ઈન્દ્રેકર પોતાની ફરજના ભાગરૂપે ઘટનાની ફોટોગ્રાફી કરતા હતા ત્યારે ફોટા કેમ પાડે છે તેમ કહી પોલીસ દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને કેમેરામેનને પણ નુકસાન પહોંચાડી તેમની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

આ બનાવમાં પોલીસ છારાનગર વિસ્તારના લોકો અને પ્રેસ ફોટોગ્રાફર પ્રવીણભાઈના વિરોધમાં રાયોટીંગની કલમ લગાડીને તેઓની ધરપકડ કરવામાં આવી છે. જે બનાવમાં તટસ્થ તપાસ કરી રાયોટીંગની કલમ રદ્દ કરવાની માંગણી સાથે તા.૨જીના રોજ પત્રકાર સમિતિ દ્વારા ભરૂચ કલેકટર ને આવેદન પત્ર પાઠવી પત્રકાર પર લગાડેલી રાયોટીંગની કલમને તાત્કાલિક ધોરણે હટાવી તેમને ન્યાય આપે તેવી માગણી સાથેની રજૂઆત કરી હતી.

આવેદનમાં વધુ માં ઉલ્લેખાયું હતું કે, સમગ્ર દેશ ચાર સ્તંભ ઉપર કાર્ય કરે છે. જેમાં ચોથા સ્તંભ તરીકે પત્રકાર ને દેશની ચોથી જાગીર ગણવામાં આવે છે.દેશની ચોથી જાગીર ગણાતા પત્રકાર મિત્રો ઉપર અવારનવાર આવા હુમલાઓ ના બનાવો બની રહ્યા છે.તે ખુબ જ ગંભીર બાબત અને નિંદનીય છે.

Next Story