Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં ચાલી રહ્યો છે ફેશન મંત્રા એક્ઝિબિશન, 'એક છત નીચે મળે છે અનેક વસ્તુઓ'

ભરૂચમાં ચાલી રહ્યો છે ફેશન મંત્રા એક્ઝિબિશન, એક છત નીચે મળે છે અનેક વસ્તુઓ
X

ફેશન મંત્રા દ્વારા ભરૂચ-અંકલેશ્વરની મહિલાઓને વેડ્ડિંગ અને લાઈ સ્ટાઈલ ડિઝાઈનની વેરાઈટી એક જ છત નીચે મળી રહે તેવા હેતુ સાથે એક્ઝિબિશનનું આયોજન કવામાં આવે છે.

ભરૂચમાં તારીખ ૬ એપ્રિલથી શરૂ થયેલું ફેશન મંત્રા એક્જિબિશન ૭મીની સાંજ સુધી ભરૂચની રંગ ઈન હોટલ ખાતે ખુલ્લું રહેશે. ત્યાર બાદ અંકલેશ્વરની મહિલાઓ માટે વાલિયા રોડ ઉપર આવેલી શાલીમર હોટલ ખાતે આગામી ૮ અને ૯ એપ્રિલનાં રોજ યોજાવાનું છે. આયોજકોનું કહેવું છે કે, દેશભરમાંથી વિવિધ વેરપાયટીનાં ડિઝાઈનરો દ્વારા ડિઝાઈન કરેલાં કલેક્શન અમારી પાસે ઉપલબ્ધ છે. એક જ જગ્યાએ મહિલાઓને દેશનાં વિવિધ પ્રાંતની ડિઝાઈન મળી રહે છે. અને ભરૂચ-અંકલેશ્વરની જનતાએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.

Next Story