Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નગરપાલિકાની સભામાં પશ્ચિમ વિસ્તારના રહીશોનો હલ્લાબોલ

ભરૂચ : નગરપાલિકાની સભામાં પશ્ચિમ વિસ્તારના રહીશોનો હલ્લાબોલ
X

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર સાથે પાલિકાના સત્તાધીશો ઓરમાયુ વર્તન કરતાં હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ શુક્રવારના રોજ પાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો હતો. તેમણે સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે સાઠગાંઠના આરોપ લગાવતાં રાજકીય માહોલ ગરમાયો છે.

ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયાં છે અને તેમાં પણ મહંમદપુરા, જંબુસર ચોકડી સહિતના વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર બની જતાં સ્થાનિક રહીશોએ અનેક વખત રસ્તા રોકો સહિતના આંદોલનો કર્યા હતાં. વરસાદે વિરામ લીધા બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં ડેન્ગયુ અને મેલેરીયા સહીતના રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. નગરપાલિકા સત્તાધીશો નકકર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહયાં હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ શુક્રવારના રોજ પાલિકાની સામાન્યસભામાં હોબાળો મચાવ્યો હતો. રહીશોએ તેમનો રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, જે નેતાઓને અમે મત આપી નગરપાલિકામાં મોકલ્યાં છે તેમને ઘરે પણ બેસાડી શકીએ છીએ. નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસની મિલીભગતના કારણે પશ્ચીમ વિસ્તારના લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.

Next Story