Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : "કારમાંથી ઓઇલ ઢોળાય છે" તેમ જણાવી ચોર ટોળકીએ કરી બેગની ઉઠાંતરી, વાંચો સમગ્ર મામલો..!

ભરૂચ જિલ્લાના આજકાલ કારમાંથી બેગની ઉઠાંતરી કરતી ટોળકી ચોક્કસ મોડેસ ઓપરેન્ડીથી નિશાન પાર પાડી રહી છે,

અંકલેશ્વર : કારમાંથી ઓઇલ ઢોળાય છે તેમ જણાવી ચોર ટોળકીએ કરી બેગની ઉઠાંતરી, વાંચો સમગ્ર મામલો..!
X

ભરૂચ જિલ્લાના આજકાલ કારમાંથી બેગની ઉઠાંતરી કરતી ટોળકી ચોક્કસ મોડેસ ઓપરેન્ડીથી નિશાન પાર પાડી રહી છે, ત્યારે બપોરના સમયે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી એક કારમાં રહેલ બેગની અજાણી ટોળકી ઉઠાંતરી કરી પલાયન થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક એક ઉદ્યોગપતિ પોતાની કાર લઇને પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન પાછળથી બાઈક ઉપર આવેલા 2 ઈસમોએ તમારી કારમાંથી ઓઈલ લીકેજ થતું હોવાનું કહેતા તેઓ કારમાંથી નીચે ઉતરી ઓઇલ લિકેજ છે કે, નહીં તે જોવા ગયા હતા. આ દરમ્યાન અજાણ્યા ઈસમોએ તેમની કારનો દરવાજો ખોલી અંદર રહેલ બેગ લઈ ફરાર થઈ ગયા હતા. જોકે, બેગમાં અંદાજિત 30થી 50 હજાર રૂપિયા તેમજ કાર અને બેન્કના ડોક્યુમેન્ટ હતા. સમગ્ર મામલે ઉદ્યોગપતિએ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, ઘટના સ્થળની નજીકમાં લાગેલા CCTV કેમેરા ચેક કરતાં એક અજાણ્યો ઇસમ કારની પાછળનો દરવાજો ખોલી બેગ ઉઠાવી સિફતાઈ પૂર્વક પલાયન થઇ જતો જોવા મળ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story