Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીનીને આર્થિક સહાય અર્પણ કરાય

કાર્યરત "જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ" દ્વારા નવા દીવા ગામની વિદ્યાર્થીનીને આર્થિક મદદ કરી શિક્ષણ અર્થે અનુદાન આપ્યું હતું.

અંકલેશ્વર : જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીનીને આર્થિક સહાય અર્પણ કરાય
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં કાર્યરત "જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ" દ્વારા નવા દીવા ગામની વિદ્યાર્થીનીને આર્થિક મદદ કરી શિક્ષણ અર્થે અનુદાન આપ્યું હતું. જેમાં ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી વિદ્યાર્થીની માટે શાળાની ફી ભરવામાં આવી હતી.

આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ધોરણ ૧૦માં ૬૭%એ ઉત્તીર્ણ થયેલ અંકલેશ્વરના નવા દીવા ગામની વિધાર્થીની પ્રિયંકા રામુભાઇ વસાવાએ અભ્યાસ છોડવા માટે નિર્ણય લીધો હતો. પરંતુ જેનું કોઇ નથી હોતું તેનું ઈશ્વર હોય છે, તે પંક્તિને સાર્થક કરતા તેમની પાસે ફરિશ્તા સમાન બનીને આવી પહોંચેલ અંકલેશ્વરની જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ વિધાર્થીનીના અભ્યાસ પ્રત્યે જિજ્ઞાસા જોઈ તેને ધોરણ ૧૧માં પ્રવેશ અપાવવા માટેનું બીડું ઉપાડ્યું હતું. ટ્રસ્ટના માધ્યમથી થતી મદદ અને સોશિયલ મીડિયા ઉપર ટ્રસ્ટના પેજ થકી મેસેજ મુકવામાં આવતા દાતાઓએ શિક્ષણ જેવા સારા કાર્યમાં પોતાનું યોગદાન આપી વિદ્યાર્થીનીને મદદરૂપ થયા હતા.

ટ્રસ્ટ દ્વારા શાળાના ટ્રસ્ટીઓને પણ વિધાર્થીનીની પરિસ્થિતિ અંગે અવગત કરાવતા શાળાએ પણ થતી મદદ કરી ફીમાં મહદ અંશે રાહત આપી છે, ત્યારે આજે "જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ" દ્વારા દાતાઓના સહયોગથી નવા દિવા ગામની વિધાર્થીનીની વર્ષ ૨૦૨૧-૨૨ની ધોરણ ૧૧ની ફી ભરી આપી વિદ્યાર્થીનીને શિક્ષણ અર્થે અનુદાન આપ્યું હતું. અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીને ધોરણ ૧૧માં અભ્યાસ કરતી જોઈ તેના વાલી પણ ખુશ ખુશાલ થઈ ટ્રસ્ટને આશીર્વાદ આપવા સાથે આભાર વ્યક્ત કર્યો હતો. આ સેવાકીય કાર્યમાં જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના રજનીશ સિંઘ, જગમોહન આહિર તેમજ તક્ષશિલા વિધાલય શાળાના ટ્રસ્ટી ગુમાન પટેલ તેમજ દાનદાતાઓ અને ટ્રસ્ટના સભ્યો જોડાયા હતા.

Next Story