ભરૂચ એ ડિવિઝન પોલીસે લીક રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીના મકાન નંબર-21માં રહેતો ચંદ્રહાસ રતિલાલ ભાઈદાસવાલા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 53 હજાર અને બાઈક તેમજ ચાર ફોન મળી કુલ 1.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર ચંદ્રહાસ રતિલાલ ભાઈદાસવાલા,ચંદુજી ઠાકોર,બ્રજમાન રાજપૂત અને રનસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
ભરૂચ:લિંકરોડ પર આવેલ પંચવટી સોસાયટીમાં જુગાર રમતા 4 જુગારી ઝડપાયા
પોલીસે સ્થળ પરથી રોકડા 53 હજાર અને બાઈક તેમજ ચાર ફોન મળી કુલ 1.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
New Update