Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયા જીઆઈડીસીમાં ફાયરિંગ કેસમાં સૂત્રધાર સહિત 5 આરોપીઓની ધરપકડ

ભરૂચની ઝઘડીયા જીઆઈડીસીમાં ફાયરિંગની ઘટનામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

ભરૂચની ઝઘડીયા જીઆઈડીસીમાં ફાયરિંગની ઘટનામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં શનિવારે ભરબપોરે આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં સિવિલકામ રાખવા માટેનું કોટેશન અપવા ગયેલાં વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના સભ્ય રાજુ વસાવાના પુત્ર અને ધોળગામ પંચાયતના સરપંચ રજનીકાંત વસાવા તેમજ તેમના મિત્રો પર ફાયરિંગ થયું હતું.સદનશીબે કોઇને ગોળી વાગી ન હતી. જોકે, એક મિત્ર અરૂણ ઉર્ભે ભયા સ્વબચાવ માટે દોડતી વેળાં પડી જતાં ટોળાએ તેને ઘેરી લઇ તના પર ધારીયાથી જીવ હુમલો કર્યો હતો. ઘટનામાં તેમણે કંપનીમાં પહેલેથી જ મટીરિયલ સપ્લાય કરનાર જૈમિન પટેલના માણસોએ તેમના પર મારી નાંખવાના ઇરાદે હુમલો કર્યો હોઇ જૈમિન પટેલ સહિત 15થી વધુના ટોળા સામે ફરિયાદ નોધાવી હતી. ધોળેદિવસે ફાયરિંગની બનેલી ઘટનાને લઇને એસપી ડો. લીના પાટીલના માર્ગદર્શનમાં અંક્લેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઇએ એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધવાની કવાયત શરુ કરી હતી. ટીમોએ માત્ર 21 જ કલાકમાં વાલિયા ચોકડીથી જિતેન્દ્ર, આકાશ, અનિલ, વિકાસને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે જયમિનને કનારા કંપનીની બાજુમાં આવેલાં મારૂતિ એન્જિનિયરિંગની ઓફિસ પાસેથી ઝડપી પાડયો હતો.

Next Story