Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાલીયા તાલુકાની કેનાલોમાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ફરી વળતાં જળ પ્રદૂષણની સાથે જ જળચરોના મોત...

GPCB દ્વારા જવાબદાર ઉદ્યોગો સામે કોઈપણ પ્રકારના કડક પગલાં ભરવામાં નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

ભરૂચ : વાલીયા તાલુકાની કેનાલોમાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ફરી વળતાં જળ પ્રદૂષણની સાથે જ જળચરોના મોત...
X

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાની ખુલી કેનાલોમાં દુર્ગંધ મારતું કાળા રંગનું પાણી આવતા દઢાલ અને ઉછાલી સહિતના ગામોના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ચોમાસા દરમિયાન વરસાદ પડતાની સાથે જ આસપાસની કેટલીક કંપનીઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. જેના કારણે હજારો જળચરના મોત થાય છે.

સમગ્ર મામલે સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરતાં GPCB દ્વારા પાણીના નમૂના લેવામાં આવે છે. પરંતુ આજદિન સુધી GPCB દ્વારા જવાબદાર ઉદ્યોગો સામે કોઈપણ પ્રકારના કડક પગલાં ભરવામાં નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવા ઉદ્યોગ સામે કડક પગલાં ભરે અને પ્રદૂષિત પાણીને બંધ કરાવે તેવી વાલિયા તાલુકા ભાજપના અગ્રણી પુથ્વીરાજસિંહ ગોહિલ તેમજ અન્ય આગેવાનોએ માંગ કરી છે.

Next Story