Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આંબેડકર જયંતિ નિમિત્તે ભાજપ દ્વારા કરવામાં આવી ઉજવણી, અનેક આગેવાનો જોડાયા

ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતિ નિમિત્તે ભરુચ જિલ્લા ભાજપ દ્વારા તેઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

X

ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતિ નિમિત્તે ભરુચ જિલ્લા ભાજપ દ્વારા તેઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

14મી એપ્રિલના રોજ દેશભરમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે.ન્યાયશાસ્ત્રી,રાજકારણી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે, જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો.સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના રેલ્વે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારુતિ અટોદરિયા,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો દલિત સંગઠન મંડળોના હોદ્દેદારો અને કાર્યકરોએ પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા હતા અને ફૂલહાર અર્પણ કર્યા હતા

Next Story