ભરૂચ: પ્રદુષિત પાણીનું વાહન કરતી નર્મદા ક્લીન ટેક કંપનીને ક્લોઝર નોટિસ, અંકલેશ્વર પાનોલીના ઉદ્યોગો પર સંકટ!

અંકલેશ્વર પનોલીના ઉધોગોના દૂષિત પાણીનું વહન કરતી અંકલેશ્વરની નર્મદા ક્લિન ટેક લિમિટેડને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ gpcb દ્વારા ક્લોઝર નોટીસ ફટકારાતા ઉધોગ આલમમાં ચકચાર મચી જવા પામી છે.

New Update

અંકલેશ્વર પનોલીના ઉધોગોના દૂષિત પાણીનું વહન કરતી અંકલેશ્વરની નર્મદા ક્લિન ટેક લિમિટેડને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ gpcb દ્વારા ક્લોઝર નોટીસ ફટકારાતા ઉધોગ આલમમાં ચકચાર મચી જવા પામી છે.

એશિયાની સૌથી મોટી જી આઈ ડી સી અંકલેશ્વરમાં આવેલી છે જ્યાં હજારો નાના મોટા ઉધોગો કાર્યરત છે. ત્યારે આ ઉધોગોમાં થી સમયાંતરે એક યા તો બીજા સ્વરૂપમાં દૂષિત અથવા કેમિકલ યુક્ત પાણી નીકળતું હોઈ છે જેને NCT એટલે કે નર્મદા ક્લીન ટેક મારફતે દરિયામાં છોડી દેવામાં આવે છે. ત્યારે ઉદ્યોગોનું ગંદુ પાણી એનસીટીની સંગ્રહીત ટેન્કમાંથી ઓવરફ્લો થઇ આમલાખાડીમાં નિકાલ થતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું જે બાબતે અનેક પર્યાવરણ પ્રેમીઓ અને આસપાસના જાગૃત ગ્રામજનો દ્વારા સમયાંતરે પુરાવા સાથે રજૂઆતો કરવામાં આવી હતી અને અંતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ GPCB ને સ્થળ તપાસની ફરજ પડી હતી.

અંકલેશ્વર જીપીસીબીએ સ્થળ તપાસ કરી નમૂના લીધા હતા અને ત્વરિત ગાંધીનગર વડી કચેરીને જાણ કરાએ હતી જે બાદ નર્મદા ક્લીન ટેક કંપનીને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે. જો કે આ ક્લોઝર નોટીસ 30 દિવસ પછી અસરકારક રહેશે અને જો નર્મદા ક્લીન ટેક (એનસીટી)નું દિન 30માં રીવૉકેશન ન થાય તો આવનાર દિવસોમાં અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોને શટડાઉન અથવા પ્રોડકશન લોસની સંભાવનાને પણ નકારી શકાય નહીં ત્યારે હાલ તો જીપીસીબીની એનસીટીને ફટકરાયેલ નોટીસથી ઉધોગ આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

તો બીજી તરફ માત્ર કેટલાક ચોક્કસ પ્રદુષણ ઓકતા ઉદ્યોગોના પાપે સમગ્ર એસ્ટેટે ભોગવવું પડી રહ્યું હોવાનો ગણગણાટ પણ કેટલાક ઉધોગપતિઓ કરી રહ્યા છે.

Latest Stories