ભરૂચ: ઝઘડિયાના પાણેથા ગામે જુગાર રમતા ચાર જુગારીઓની પોલીસે કરી ધરપકડ

જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય પાંચ ઇસમો પોલીસની રેઇડ જોઇને નાશી છુટ્યા હતા.

New Update

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે ઘરની પાછળના ખુલ્લા વાડાની જગ્યામાં જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય પાંચ ઇસમો પોલીસની રેઇડ જોઇને નાશી છુટ્યા હતા. ઉમલ્લા પોલીસને મળેલ બાતમી મુજબ પીએસઆઇ એન.જે.ટાપરીયા અને ટીમ દ્વારા બાતમી મુજબના સ્થળે પાણેથા ગામે છાપો મરાતા ઘટના સ્થળેથી અલ્તાફ મલંગ મલેક, રાજેશ રણછોડ વસાવા, કાલિદાસ ચંદુ વસાવા તેમજ આશિફ હબીબ પઠાણ તમામ રહે.ગામ પાણેથાના કુલ રુ.૧૬૧૬૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા..

Advertisment

જ્યારે અન્ય પાંચ ઇસમો સંજય ઠાકોર વસાવા, મકબુલ બચુભાઈ દિવાન, અવિનાશ રમેશ વસાવા, ચાંદખા ઇમામખા પઠાણ તેમજ લાલાભાઇ ગણપત તડવી તમામ રહે.ગામ પાણેથા તા.ઝઘડિયાના પોલીસની રેઇડ જોઇને નાશી છુટ્યા હતા. ઉમલ્લા પોલીસે આ તમામ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisment