સમગ્ર ગુજરાતમાં ભરુચના જંબુસરના પતંગોની ખૂબ જ માંગ રહે છે પરંતુ આ વર્ષે મોંઘાવરીના કારણે પતંગ બજારમાં મંડી જોવા મળી રહી છે
જંબુસર નગરમાં સુરત ભરૂચ વડોદરા અમદાવાદથી પતંગ રસિકો પતંગ ખરીદવા જંબુસર આવે છે રુપિયા ૧૦ થી લઈ ૫૦૦ના ભાવથી ૨૦ નંગ કોળી તથા૧૨૦થી લઈ ૨૦૦૦ સુધીની પતંગો ૧૦૦ નંગ પ્રમાણે મળે છે પરંતુ ચાલુ સાલે કાગળ કામડીનો ભાવવધારો નોંધાતાં પતંગ બજારમાં પતંગોના ભાવ વધુ છે અને ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે છતાંય ઘરાકીમાં મંદી જોવા મળી રહી છે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. જો કે છેલ્લા દિવસોમાં પતંગ ખરીદી કરવા પતંગ રસિકોની ભીડ જોવા મળશે તેવી દુકાનદારો આશ લગાવી રહ્યાં છે.