ભરૂચ : વેકસીનેશનને "ખાદ્યતેલ"નો બુસ્ટર ડોઝ, લાભાર્થીઓને અપાયું એક લીટર તેલ

એક જ દિવસમાં વેકસીનના 15 હજાર કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યાં

New Update

ભરૂચમાં કોરોનાની વેકસીન લેવામાં બાકી રહી ગયેલાં લોકો માટે પાલિકા તરફથી મેગા વેકસીનેશન ડ્રાઇવ યોજવામાં આવી હતી. એક જ દિવસમાં વેકસીનના 15 હજાર કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યાં....

Advertisment

ભરૂચ શહેર તથા જિલ્લામાં કોવીશીલ્ડ અને કોવેકસીન રસી આપવાની કામગીરી છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી છે. કોરોનાનો કહેર ઓછો થઇ ગયા બાદ લોકો હવે વેકસીન લેવામાં નિરસ જણાય રહયાં છે. શહેર તથા જિલ્લામાં બાકી રહી ગયેલાં લોકોને સરળતાથી પહેલો અને બીજો ડોઝ મળી રહે તે માટે મેગા ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. આજે ભરૂચ નગરપાલિકા તરફથી વેકસીનેશન માટે મહા અભિયાન યોજવામાં આવ્યું હતું. લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા ખાનગી સંસ્થા તરફથી એક લિટર ખાદ્યતેલ આપવામાં આવ્યું હતું. ભરૂચના કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, કોરોના સામે વેકસીન જ હથિયાર છે ત્યારે લોકોએ જાગૃત બની રસી મુકાવી લેવી જોઇએ...

ભરૂચ શહેરમાં વિવિધ કેન્દ્રો ખાતે રસી લેવા માટે લોકોની ભીડ જામી હતી. કલેકટર તુષાર સુમેરા અને પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનોએ હાજર રહી રસી લેવા આવેલાં લોકોને અગવડ ન પડે તેની તકેદારી રાખી હતી. આજે યોજાયેલા મહા અભિયાન દરમિયાન વેકસીનના 15 હજાર કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યાં હતાં.

Advertisment