ભરૂચ: શિક્ષક દિવસ નિમિત્તે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ 3-3 શિક્ષકોને કરાયા સન્માનિત

વિશ્વમાં શિક્ષકોના માનમાં શિક્ષકદિન ઉજવવામાં આવે છે,ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે.

New Update

વિશ્વમાં શિક્ષકોના માનમાં શિક્ષકદિન ઉજવવામાં આવે છે,ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષકદિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎ રાષ્ટ્રપતિ બનતા પહેલાં એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્ત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતાં.જે અંતર્ગત શિક્ષકદિનની ઉજવણી અન્વયે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરયા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ૩ શિક્ષકો શ્રેષ્ડ શિક્ષક પારિતોષિક એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેમાં નેત્રગના કબીરગામના જિજ્ઞેશભાઈ વિરસીંગભાઈ ચૌધરી, હિરેનકુમાર પટેલ તથા એમીટી હાઇસ્કૂલના હેતલબેન મેનગરને જિલ્લા કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતો જ્યારે તાલુકા કક્ષાએ નબીપુર પ્રાથમિક શાળાના જયશ્રીબેન ભગત, આમોદ કન્યાશાળાના પટેલ ઈમરાન તથા સંજયકુમાર પટેલ તથા ઝઘડિયાના પટેલ નિરવકુમાર તથા પટેલ ઉર્વેશકુમારને તાલુકા કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

Advertisment

ઓમકારનાથ હોલ ખાતે શિક્ષકદિન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ સાંસદ મનસુખભાઈ વસાવા ,જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારી એન એમ મહેતા,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઈન્દિરાબેન રાજ સહિત શિક્ષણવિભાગનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા

Advertisment